ભુમંડળના બે ભાગ છે (૧) ઉત્તરાયણ અને (૨) દક્ષિણાયણ, તેવી જ રીતના માસ (મહિનો) ના બે ભાગ છે. પૂનમ અને અમાસ. શાસ્ત્રમાં સૂર્યને આત્માનો તેમજ ચંદ્રને મનનો કારક માનવામા આવે છે.
દક્ષિણાયણ સૂર્ય અને ચંદ્ર – રાત્રી અને દિવસ – પૂર્વાચાર્યોએ એવું નક્કી કરેલ કે આત્માની સાથે મન લાગેલું હોય તો જ ભક્તિ ( આત્મા + મન = ભકિત ) શક્ય છે. જ્યારે બીજા ધર્માચાર્યોનુ એવુ માનવું છે કે આત્મા અને મન ભેગા હોય તો એકાગ્રતા ભક્તિ સંભવ છે.
તે કોઈપણ મહિનામાં જે રાશિનો સૂર્ય હોય તે જ રાશિનો ચંદ્ર થાય ( સૂર્ય = આત્મા+ ચંદ્ર=મન=અમાસ ) ત્યારે જ અમાસ થાય છે. તેવી જ રીતે રાશિનો સુર્ય હોય તેની સામે જ સાતમી રાશિનો ચંદ્ર હોય તો પૂનમ થાય છે. અમાસને અમાવસ્યા પૂણ્ય પરવણી કહેવામાં આવે છે. અમાસે કરેલ પૂણ્ય-દાન-તપ-દેવ દર્શનનો અનેકગણો મહિમાં છે.
વૈષ્ણવ સંપ્રદાયના ભક્તો પૂનમ પૂનમથી પાંચમના દિવસોમાં દર્શન-પૂજન- અર્ચના-ઉપ્વાસ – વ્રત કરે છે.
તેવી જ રીતે શિવ સંપ્રદાયના ભક્તો વદ તેરસથી સુદ બીજ સુધીના પાંચ દિવસ વ્રત-તપ- જપ-દાન-ઉપવાસ કરે છે.
હિન્દુ ધર્મમાં જે ત્રિગુણા શક્તિની ત્રણ રાત્રીઓ છે તેમાં મહારાત્રી (શિવરાત્રી) અને કાલરાત્રી ( કાળીચૌદશ ) આ જ પાંચ દિવસોમાં આવે છે. ધનતેરસ અને ભાઈબીજ જેવા પવિત્ર દિવસો પણ આ પાંચ દિવસોમાં આવે છે.
અમાસના દિવસનો ઉપવાસ અને રાત્રીના અખંડ દીવો ઘરમાં રાખવાથી દરિદ્રતા તેની પાસે આવી શકિત નથી. તેથી આસો વદ અમાસે (દિવાળી) દીવા અને મેર મેરૈયાની પ્રથા પહેલા હતી. કુબેર ભંડારી દાદાએ પાંચ અમાસ સળંગ શ્રધ્ધાથી ભરનારની મનોકામના પૂર્ણ થાય છે. આજ સુધી અમાસ ભરનાર કોઈપણ નિરાશ થયેલ નથી.