મારા માર્ગ પર પગ રાખીને તો જો, બધા માર્ગ ખોલી ન દઉં તો કહેજે. મારા માટે ખર્ચ કરીને તો જો, કુબેરના ભંડારના ખોલી દઉં તો કહેજે. મારી તરફ આવીને તો જો, તારૂં ધ્યાન ના રાખું તો કહેજે. મારી વાત લોકોને કરી તો જો, તને કિંમતી બનાવી ના દઉં તો કહેજે. મારા માર્ગ ઉપર ચાલીને તો જો, તને મશહુર ના બનાવી દઉં તો કહેજે. મારા ચરિત્રનું મનન કરીને તો જો, જ્ઞાનના મોતી તારામાં ના ભરી દઉં તો કહેજે. મને તારો મદદગાર બનાવીને તો જો, તને બધાની ગુલામીમાંથી ના છોડાવું તો કહેજે. મારા માટે આંસુ પાડીને તો જો, તારા જીવનમાં આનંદ ના ભરી દઉં તો કહેજે. તું મારો બનીને તો જો, બધાને તારા ના બનાવી દઉં તો કહેજે.