ધન દાતા…..ધનકુબેર…..મનીગોડ…..એવા…..આ કુબેર ભંડારી
કોઈ વ્યક્તિ કશો પુરૂષાર્થ કર્યા વગર પોતાની બચત કે વારસામાં મળેલું ધન વાપરતી હોય ત્યારે કોઈ ડાહ્યો માણસ એને સલાહ આપે છે કે
ભાઈ, કઈ કામકાજ કરીને પૈસા કમાવ, બેઠા ખાઈશ તો કુબેરના ભંડાર પણ ખૂટી જાય, ત્યારે પ્રશ્ન થાય કે આ કુબેર ભંડારી કોણ ? બહુ ઓછા
લોકો જાણે છે કે કુબેર રાવણનો મોટો ભાઈ હતો.
આ આખી કથા કુબેર બાવનીના પાઠ નિત્ય કરવાથી સમજમાં આવી જશે. સવારની પ્રાર્થના કુબેર બાવનીનું નિત્ય સ્મરણ પઠન ફલદાયી
ગણાય છે. રેવા એટલે નર્મદા મૈયા, ચાણોદ નામથી આપણે સૌ પરિચિત છીએ. અહીં અસ્થિ વિસર્જન થાય છે. નારાયણબલિ – કાલસર્પની
વિધિ અહીં થાય છે. તેની સમીપમાં જ અડીને આવેલા કરનાળી ગામમાં નર્મદા કિનારે આવેલા કુબેર ભંડારીના મંદિરના દર્શનનો લાભ લેવા
જેવો છે. આ મંદિરનો વહીવટ શ્રી કુબેરેશ્વર તથા સોમેશ્વર મહાદેવ ટ્રસ્ટ હસ્તક છે.
નર્મદા કાંઠે અલૌકિક શાંતિમય વાતાવરણમાં આવેલા મંદિરમાં રહેવાની વ્યવસ્થા છે. એટેચ્ડ બાથરૂમવાળા પચ્ચીસ (૨૫) રૂમ છે, જે
સામાન્ય ભાડું ભરવાથી મળે છે. અહીં દરરોજ બપોરે ૧૧ થી ૧ પ્રસાદ કશા જ ચાર્જ વગર વિતરીત કરાય છે. કુબેર ભંડારીનું મંદિર, મળેલ
માહિતી મુજબ આખી દુનિયામાં ફક્ત એક જ જગ્યાએ કરનાળી મુકામે છે. ૩૩ કિ.મી. દૂર વડોદરાથી આગળ આવેલ ડભોઈથી તિલકવાડા રોડ
ઉપર ડભોઈથી ૧૭ કિ.મી. દૂર લીમપુરાના પાટીયાથી ૮ કિ.મી. દૂર કુબેર ભંડારીના મંદિરે જઈ શકાય છે. અમાસના દિવસે કુબેરેશ્વર મંદિરના
દર્શને આવી સળંગ પાંચ અમાસના દર્શનનો લ્હાવો મળે તો નસીબદાર ગણાય.
લોકોકિત મુજબ ભારતમાં જ આ જગ્યા એવી છે જયાં માથું ટેકવાથી તરત જ મનોકામના પૂર્ણ થાય છે. તેમાંની એક જગ્યા કુબેરની સુપ્રસિધ્ધ
જગ્યા છે. કરનાળીનું કુબેર ભંડારીનું મંદિર, ચાણોદ તીર્થ છે, જયારે કરનાળી ક્ષેત્ર છે. કુબેરેશ્વરના મંદિરની ખૂબી ગણો કે દેવી પ્રભાવ ગણો, પણ
અહીં જે માનસિક શાંતિનો બેસી અનુભવ થાય છે તે માણવા જેવો છે. કોઈપણ મહાકાર્યના અંતે અપાતી મંત્ર પુષ્પાંજલિમાં કુબેરનો ઉલ્લેખ
છે. જે આજે પણ હિન્દુ રીતિરીવાજો મુજબ લગ્ન પ્રસંગે રસોડું ચાલુ રાખતા પહેલા ત્યાં કુબેરનો દીવો પ્રગટાવવામાં આવે છે. કારણ એવી
માન્યતા છે કે તેથી તે પ્રસંગે ભંડારો ખૂટતો નથી. દેવોના ખજાનચી કુબેરના નામે કુબેરેશ્વરની પાસે જ શાલીગ્રામરૂપે સ્વયં વિષ્ણુ ભગવાન
મંદિરમાં બિરાજમાન છે.
મહાદેવના વરદાનથી તેમના નામથી એટલે કે કુબેરેશ્વર તરીકે કુબેરેશ્વર ભંડારી પુજાય છે.
કુબેર ભંડારી મંદિરના મહંત શ્રી દિનેશગીરી બાપુ ખૂબ જ જ્ઞાની, માયાળુ સ્વભાવના સેવાભાવી સજ્જન છે. તેઓએ અંગત રસ લઈ અહીં
ઘણી સેવાઓ ઉભી કરી છે. મંદિરનો ફોન : ૯૮૨૪૯૩૯૩૭૭ / ૮૮૮૨૯૮૮૮૭૬ / ૯૨૬૫૬૦૩૦૭૯ ઉપરથી વિશેષ માહિતી મળી શકે
છે. ગુજરાતમાં આવેલા આવા નિરાળા મંદિરના દર્શનનો લાભ એક વખત તો અચુક લેવા જેવો છે.
।। ૐ હિંશ્રીંક્લીં વિત્તેશ્વરાય નમઃ ।।
ૐ યક્ષાય કુબેરાય વૈશ્રવણાય, ધન, ધાન્ય ધિ પતયે,
ધન ધાન્ય સમૃધ્ધિ મે દેહિ દાપય સ્વાહાઃ
।। ૐ ।।