kuberbhandarikarnaliofficial
શંભુ ચરણે પડી, માંગુ ઘડીએ ઘડી કષ્ટ કાપો.
દયા કરી દર્શન શિવ આપો…
તમે ભકતોનાં દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા,હું તો મંદ મતિ, તારી અકળ ગતિ, કષ્ટ કાપો.
અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી.ભાલે તિલક કર્યું, કંઠે વિષ ધર્યું, અમૃત આપો.
નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જાવા ચાહે છે,સારા જગતમાં છે તું, વસુ તારામાં હું, શક્તિ આપો.
હું તો એકલપંથી પ્રવાસી, છતાં આતમ કેમ ઉદાસી,થાક્યો મથી રે મથી, કારણ મળતું નથી, સમજણ આપો.
આપો દૃષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિને શિવરૂપે દેખું.મારા મનમાં વસો, હૈયે આવી હસો, શાંતિ સ્થાપો.
ભોળા શંકર ભવદુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ ફળ આપો,ટાળો માન મદા ગાળી ગર્વ, સદા ભક્તિ આપો.
અંગે શોભે રૂદ્રની માળા, કંઠે લટકે છે ભોરિંગ કાળાતમે ઉમિયા પતિ, અમને આપો મતિ, કષ્ટ કાપો.